તળાજા: સથરા ગામે પરણિત મહિલાની આત્મહત્યા
તળાજાના સથરા ગામે પરણિત મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, નીતાબેન ઉર્ફે નિખિતાબેન સંજયભાઈ ચિત્રોડા, ઉંમર 28 વર્ષ, નામની મહિલાએ લગ્નના આશરે સાત મહિના બાદ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હાલ પિયરપક્ષ તરફથી કોઈપણ પ્રકારનું એલિગેશન કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા મહિલાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આ