સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જમાદારની સમયસૂચકતા અને માનવતાથી બચ્યો વ્યક્તિનો જીવ
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જમાદાર દ્વારા સમયસૂચકતા, માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
સર્કલ-4, રીજીયન-1, ટ્રાફિક શાખા, સુરત શહેરમાં ફરજ બજાવતા જમાદાર પરેશકુમાર કરશનભાઈ માળી ડ્યૂટી દરમિયાન ગોડાદરા વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન એક વ્યક્તિ અચાનક બેભાન થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી જમાદાર પરેશકુમાર માળીએ વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી.
108 પહોંચે તે પહેલાં જ તેમણે પોતાની તાલીમ અને હાજરજવાબીનો ઉપયોગ કરીને વ્યક્તિને CPR (Cardiopulmonary Resuscitation) સહિત જરૂરી પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું. સમયસર અને યોગ્ય રીતે આપવામાં આવેલી પ્રાથમિક સારવારના પરિણામે વ્યક્તિને ફરી ભાન આવી ગયું અને તેનો જીવ બચાવવામાં સફળતા મળી.
થોડી જ વારમાં 108ની ટ�
Udhna, Surat | Aug 2, 2026