જેસર: જેસર તાલુકાના બેડા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
જેસર તાલુકાના બેડા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ વૃક્ષોના રોપાઓ વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો વિસ્તાર ઉભો કરવાની સાથે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.