તારાપુર: તારાપુર અને ખંભાત પંથકના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી, વીજ પુરવઠો ખોરવાયો
Tarapur, Anand | Mar 19, 2026 તારાપુર સહીત પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.સાંજે 6 : 30 કલાકે અચાનક તેજ ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતા સમગ્ર પંથકમાં ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરિણામે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અચાનક પાવર ગુલ થઈ જતાં રહેવાસીઓ અને વેપારીઓને હાલાકી ભોગવવી પડી હતી.