પારડી: હાટ બજારના કારણે પારડીના સ્થાનિક વેપારીઓમાં નારાજગી,પારડી ચીફ. ઓફિસ અને પારડી મામલતદારને આપ્યું આવેદન પત્ર
Pardi, Valsad | Oct 7, 2024 હાટ બજારની વ્યવસ્થાને લઈને પારડીના સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તે વચ્ચે પારડી વેપારી મંડળે પોતાના હિતોની રક્ષા માટે પારડીના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદન પત્ર આપ્યુ છે. હાટ બજારના કારણે સ્થાનિક વેપારીઓને નુકસાન થતું હોવાનો આક્ષેપ છે, અને જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો વેપારીઓએ ધરણાં યોજવાની ચીમકી ઉચ્ચારી છે.