કાલોલ: કાલોલ તાલુકાના બોડીદ્રા ગામેથી મોટા બોડીદ્રા જતો રસ્તો છેલ્લા 10 વર્ષથી બિસ્માર, ગ્રામજનોમાં રોષ
કાલોલ તાલુકાના બોડીદ્રા ગામમાંથી પસાર થઈ મોટા બોડીદ્રા તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા આશરે 10 વર્ષથી રસ્તાની મરામત ન થતાં માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી મોસમ દરમિયાન રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. માર્ગ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સતત રહે છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો