થરાદ: ગોલગામ, સરદારપુરા ગ્રામજનોનો વિરોધ,નવા ધરણીધર તાલુકામાં સમાવેશ સામે થરાદ પ્રાંત અધિકારીને રજૂઆત
વાવ તાલુકાના ગોલગામ અને સરદારપુરા ગામના ગ્રામજનોએ નવા ધરણીધર (ઢીમા) તાલુકામાં તેમના ગામોના સમાવેશ સામે થરાદ પ્રાંત અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે તેમના ગામોને વર્તમાન વાવ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે.ગોલગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, તેમના ગામનું સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જોડાણ હાલના વાવ તાલુકા સાથે મજબૂત છે.