કાલોલ: કાલોલ ગોળીબાર ચોકડી પાસે ગફલતભરી રીતે બાઈક હંકારી યુવકને કચડી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.
કાલોલના ગોળીબાર ચોકડી પાસે મલાવ રોડ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જ્યાં મજૂરી કરીને પગપાળા ઘરે પરત ફરી રહેલા ૩૦ વર્ષીય યુવકને પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા અજાણ્યા મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી બાઈક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મૃતકની ઓળખ અર્જુનભાઈ ઉર્ફે ભાદો મંગાભાઈ નાયક ઉ.વ. ૩૦ તરીકે થઈ છે. આ બનાવ અંગે મૃતકના દાદી ગંગાબેન મોહનભાઈ નાયક ઉ.વ. ૬૫, રહે. ગોળીબાર, કાલોલ દ્વારા કાલોલ પોલ