કાલોલ: મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરી ગામના ચોકમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા
કાલોલ તાલુકાના મલાવ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું તથા ગ્રામજનોને વાવેલા વૃક્ષોનું જતનની જવાબદારી સોંપીને ગામને હરીયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.