ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પશુ ક્રૂરતા અને સંરક્ષણ ધારા હેઠળ ૩ ગુનાઓમાં વોન્ટેડ આરોપી ‘હાફીઝ ડોકો’ને ઝડપી પાડ્યો
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ખાસ ડ્રાઇવ અંતર્ગત ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. લુણાવાડા ટાઉન અને ગોધરામાં પશુ સંરક્ષણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ ધારા હેઠળના ત્રણ ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ કુખ્યાત આરોપી હાફીઝ હમીદખાન પઠાણ ઉર્ફે હાફીઝ ડોકો પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, આરોપીના ઘરની ઘેરાબંધી કરીને તેને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ