નડિયાદ: જિલ્લા એલસીબી એ ઝાલભાઇ ની મુવાડી ગામમાં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ખેડા જિલ્લા એલસીબી એ ઝાલાભાઇ ની મુવાડી માં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. એલસીબી પોલીસ જવાનો પેટ્રોલિંગ માં નીકળ્યા હતા તે સમયે બાતમી ના આધારે ઝાલભાઈનું મુવાડી ના કાના તલાવડી વિસ્તાર માં થી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 66900 ના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. અન્ય એક ઈસમ ફરાર થતા બે ઈસમો સામે ફરિયાદ નોંધાઈ.