પારડી: પલસાણા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરનાર રીઢો વિધર્મી યુવાન ઝડપાયો
Pardi, Valsad | Mar 16, 2024 એક વિધર્મી યુવાન ગત ઓક્ટોબર માસમાં મંદિરમાં ચોરી કરતા ઝડપાયો હતો.જેને જેલની હવા ખાવી પડી હતી. જે જેલની હવા ખાધા બાદ સુધારવા ના બદલે વિધર્મી યુવાને મંદિરમાં ચોરી કરવાનું ચાલુ રાખ્યું હતું. એક માસ અગાઉ પારડી ના પલસાણા ગામે મંદિરમાં ચોરી થઈ હતી. જે બાબતે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરી એક વાર આ વિધર્મી યુવાન ની ધરપકડ કરી પારડી પોલીસ ના હવાલે કર્યો છે.