મહુધા: મહુધા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ સઘન વાહન ચેકિંગ ઝુંબેશ
Mahudha, Kheda | Dec 31, 2025 મહુધા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ સઘન વાહન ચેકિંગ ઝુંબેશ મહુધા તાલુકામાં ૩૧ ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત થાય તે હેતુસર મહુધા પોલીસે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહુધા રેસ્ટ હાઉસ ચોકડી ખાતે પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવવામાં આવી હતી.