અમદાવાદ શહેર: અંડરપાસમાં લોકોએ પોતાની જવાબદારીથી પસાર થવાનુ, Amc નો વિવાદીત નિર્ણય
અમદાવાદમાં ચોમાસા દરમિયાન કલાકો સુધી અંડરપાસમાંથી પાણી ખાલી ન કરી શકનાર મનપાએ વિચિત્ર નિર્ણય લીધો છે. AMC કમિશનરે અખબારી નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે, અખબારનગર, પરિમલ, મીઠાખળી સહિતના ૨૫ અંડરપાસમાં પાણી કે કીચડ હોય ત્યારે પ્રવેશ કરવો નહીં. જો કોઈ પ્રવેશ કરશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે, મનપાની કોઈ જવાબદારી નહીં રહે.