મનપા કચેરી ખાતે કરદાતાઓએ સુવિધા અંગે આક્ષેપ કરાયા, અધિકારીએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે આજે કરદાતાઓની લાંબી કતારો લાગી હતી. જેમાં કરદાતાઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હોવાના આક્ષેપ કરાયા હતા. સિનિયર સીટીઝન અને મહિલાઓ માટેની બારીઓ બંધ, પાણી સહીતની અસુવિધા મામલે લોકોએ આક્ષેપ કર્યા હતા. જ્યારે અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.