ઉમરગામ: ઉમરગામના સંજાણમાં યુવકે મોપેડમાં ખતરનાક સ્ટંટ કર્યાં, VIDEO: ભરચક ટ્રાફિકમાં સ્ટેરિંગ છોડીને મોપેડ દોડાવી
ઉમરગામના સંજાણમાં એક યુવક મોપેડમાં ખતરનાક સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક જાહેર માર્ગ પર મોપેડ પર જીવલેણ સ્ટંટ કરતો જોવા મળે છે. ઉમરગામ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેમણે યુવકને શોધી કાઢી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું.