જેસર ના ઉગલવાણ ગામે એક કૂવામાં ખૂંટ પડી જતા ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહુવા નગરપાલિકાના ગેરેજ વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. સ્ટાફ દ્વારા જરૂરી સાધનો અને સાવચેતી સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ભારે મહેનત બાદ ખૂંટને કૂવામાંથી જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ કામગીરીથી ગામલોકોમાં રાહતનો માહોલ છવાયો હતો અને મહુવા નગરપાલિકાના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.