જેસર: જેસર તાલુકાના ચિરોડા ગામે 112 ના કર્મચારી પર થયેલા હુમલાના આરોપીને જેસર પોલીસે ઝડપી પાડ્યો હતો.
જેસર તાલુકાના ચિરોડા ગામે 112 ના કર્મચારી પર થયેલા હુમલાના આરોપીને જેસર પોલીસે ઝડપી પકડી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ જેસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેસર કોર્ટના આદેશ મુજબ આરોપીને જિલ્લા જેલ હવાલે મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જગાઈ હતી ત્યારે પોલીસ તંત્રએ તાત્કાલિક પગલાં લઈને આરોપીને ન્યાયિક હવાલે સોંપ્યો છે.