ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર, 13 શંકાસ્પદ કેસ નોંધાયા, 3 બાળકોના મૃત્યુથી ફફડાટ
પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ભારે ભયનો માહોલ છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૧૩ બાળ દર્દીઓને દાખલ કરાયા હતા, જેમાંથી પંચમહાલના ૧૧ અને મહીસાગરના ૨ દર્દીઓ છે. સારવાર દરમિયાન ચાંદીપુરા પોઝિટિવ ૨ બાળકો અને શંકાસ્પદ લક્ષણોવાળા ૧ બાળક સહિત કુલ ૩ બાળકોના મોત નીપજ્યા છે.રાહતની વાત એ છે કે ૨ બાળકો સાજા થતાં રજા અપાઈ છે, જ્યારે ૬ બાળકો હજુ સારવાર હેઠળ છે. આ ગંભીર સ્થિતિને પગલે આરોગ્ય વિભાગે ૨૫ ગામોમાં સર્વેલન્સ,