પારડી: પંડોર ગામે જાળમાં ફસાયેલા અજગરનુ પરીયાના જીવપ્રેમીએ કર્યુ રેસ્ક્યુ
Pardi, Valsad | Oct 5, 2024 પારડી તાલુકાના પરીયા વેલવાગડ નજીક રહેતા રજનીકાંત પટેલ પાસે આજ રોજ એક કોલ આવ્યો હતો કે પંડોર ગામે જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલના મરઘા ફાર્મ ફરતે બાંધવામાં આવેલી એક જાળમાં મહાકાય અજગર ફસાયો છે. જેવી જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ જાળમાં ફસાયેલા મહાકાય અજગરનો રેસ્ક્યુ કર્યું હતું.