અમદાવાદ શહેર: અમદાવાદના કઠવાડામાં તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર, પોલીસ તપાસમાં જોતરાઈ
અમદાવાદના કઠવાડામાં તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર, પોલીસ તપાસમાં જોતરાઈ અમદાવાદના કઠવાડા ગામ નજીક આવેલી સાત્વા-2 સોસાયટી સામેના તળાવમાંથી 6 તારીખે સવારે આશરે 11 વાગ્યાના સમયે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે નેવી બ્લુ રંગનું ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર 'Yashvi Group'નો લોગો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. યુવકની ઓળ