કાલોલ: મોટી શામળદેવી ગામે હરસિધ્ધિ માતાજી અને જલારામ બાપાના મંદિરે ચોથો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો
કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં સમસ્ત ગ્રામ જનોના સહયોગથી સંવત 2082ને ચૈત્ર વદ -5 ને મંગળવારના રોજ હરસિદ્ધિ માતાજી અને જલારામ બાપાનાં મંદીરનો ચોથો પાટોત્સવ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં મંગળવારના રોજ સવારથી નવચંડી મહાયજ્ઞ, પુજન, સાંજે શ્રીફળ હોમ, મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના બે દંપતી અને ગામના ઉત્સાહી યુવાનોએ ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પુજા અર્ચના કરવામાં આવી હતી.