ગાંધીનગર: RTO ટેસ્ટ ટ્રેક બંધ: ગાંધીનગરમાં 200થી વધુ અરજદારોને 40 દિવસ સુધી રાહ જોવી પડશે
ગુજરાતની RTOમાં સર્વર રિસ્ટોરેશનના કારણે 22મીએ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યા હતા. ટેકનિકલ ખામીને લીધે એપોઇન્ટમેન્ટ રિસ્કેડ્યુલ ન થતા ગાંધીનગરમાં 200થી વધુ અરજદારોએ હવે ટેસ્ટ માટે 30 થી 40 દિવસ રાહ જોવી પડશે.