તાલાળા: ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો, 3.2 ની તીવ્રતા નોંધાઈ
ગીર સોમનાથના તાલાલામાં આજે સવારે 9:54 વાગ્યે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિમી દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયું છે. અચાનક આવેલા આંચકાને કારણે વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.