કાલોલ: બલેટીયાં પાસે ફરી એક વાર દિલ્હી બોમ્બે એક્સપ્રેસ કોરિડોર પર થયો અકસ્માત,નાના બાળકને સદનસીબે કોઈ પણ ઇજા ન પહોંચી
પ્રાપ્ત વિગતો મુજબ સુરત ના ઓલપાડ થી ઉજ્જૈન જતા પટેલ પરિવારને અકસ્માત નડ્યો અકસ્માત નડ્યો હતો.કાલોલ નજીકથી પસાર થતાં દિલ્હી બોમ્બે કોરિડોર ના બ્રિજ પર કાર નદીમાં ખાબકી જતાં અકસ્માત સર્જાયો હતો.બલેટિયા નજીક થી પસાર થતી કુવેચ નદીમાં કાર ખાબકતા સદનસીબે આ ભયાનક અકસ્માત માં કાર માં સવાર પરિવાર ના સભ્યો ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.કાર નું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.