ગાંધીનગર: ગિફ્ટ સિટી રોડ પર CMના હસ્તે રૂ.150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ કેમ્પસનું ખાતમુહૂર્ત કરાયુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન SOULના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન શ્રી સુધીર મહેતા, SOULના બોર્ડ મેમ્બર્સ, ભારત સરકારનાં પૂર્વ નાણાં સચિવ અને SOUL એક્ઝેક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી ડૉ. હસમુખ અઢિયા તેમજ આમંત્રિતો અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કર્યું હતું.
SOULનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે ૨૨ એકર વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે થશ