મણિનગર: અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં હોબાળો ,વીડિયો વાયરલ
આજે શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર ફ્લાઇટમાં હોબાળાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટની મોડી ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.જેમાં ક્રૂ મેમ્બરને જાણ કરવા છતા યોગ્ય જવાબ ન મળતા મુસાફરો અકળાયા હતા.જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.ફ્લાઇટ ટેકઓફ કરવામાં 4 કલાકથી વધુનો સમય લાગતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.