કાલોલ: કંડાચ ગોમા નદીના પુલ પરથી મોડી સાંજે કારમાં કતલખાને લઈ જતી ગાયને ગામનાં યુવાનોએ સુરક્ષિત બચાવી લેવાઈ, જયારે કસાઈઓ ફરાર
કાલોલ તાલુકાના કંડાચ ગામ પાસે ગોમા નદીના પુલ પરથી મોડી સાંજે એક કારમાં ગાયને કતલખાને લઈ જવાના પ્રયાસને દેલોલ અને કંડાચ ગામના સતર્ક યુવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ, શંકાસ્પદ રીતે પસાર થતી કારને ગોમા નદીના પુલ ઉપર રોકી તપાસ કરતાં અંદર ગાય બંધાયેલ હાલતમાં મળી આવી હતી અને ગાયને કતલખાને લઈ જવામાં આવતી હોવાનું જણાઈ આવતાં કારમાં સવાર ચાર જેટલાં કસાઈઓ નદી તરફ જાડી જાખરામાં ભાગી ગયા હતા.