છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે મહત્વની બેઠક યોજાઈ
છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ‘વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ હેઠળ બેઠક યોજાઈ. જેમાં જંગલ જમીનની સનદ ધરાવતા ખેડૂતોને સિંચાઈ અને ખેતીલક્ષી સુવિધાઓ પૂરી પાડવા અંગે ચર્ચા કરાઈ. કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.