કાલોલ: વેજલપુર પોલીસે પોક્સોના ગુનામાં ૧૪ મહિનાથી નાસતા-ફરતા આરોપીને મોરબીથી ભોગ બનનાર સાથે શોધી કાઢ્યો
વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે.વહુનિયા અને તેમની ટીમે પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ BNS એક્ટ ૨૦૨૩ ની કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૧૨ મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલકુમાર અજીતસિંહ ગોહિલ (રહે. છગનની મુવાડી ખડકી, તા. કાલોલ, જી. પંચમહાલ) ભોગ બનનારને કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયો હતો. તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી ભોગ બનનાર સાથે મોરબી