ગોધરા: વલ્લવપુર-વાડી ગામે આવેલી ગ્રેનાઈટ માઈન્સની લીઝ બંધ કરવાની માંગ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે રજૂઆત
વલ્લવપુર અને વાડી ગામે ચાલતી ગ્રેનાઈટ માઈન્સની લીઝ કાયમી બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોએ ગોધરા જિલ્લા સેવાસદન કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરને રજૂઆત કરી છે. રહેણાંક વિસ્તારમાં નજીક ખણન અને બ્લાસ્ટિંગથી મકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો છે. મંજૂર કરતાં વધુ વિસ્તાર અને ઊંડાઈ સુધી ખોદકામ કરી નિયમોનો ભંગ થતો હોવાનું જણાવ્યું છે. મહિસાગર નદી નજીક ખોદકામથી પૂરનો ભય, પ્રદૂષિત પાણીથી ખેતી અને આરોગ્યને નુકસાન તથા ટ્રેલરોના કારણે રસ્તાઓ બગડતા હોવાની ફ