સાવલી: મીના સર્કિટ કંપની પાસે ડ્રાઇવરને મારી નાખવાની ધમકી અપાઈ
મૂળ અમદાવાદના અને હાલ સાવલીના મીના સર્કિટ કંપનીના ક્વોટરમાં રહેતા લગધીર નામના વ્યક્તિ દ્વારા સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે કંપનીના ગેટ પાસે કાર રાખી તેઓ ઉભા હોય જે દરમિયાન તું કંપનીની ગાડી લઈને કેમ બહાર નીકળે છે તારે કંપનીની ગાડી લઈને બહાર નીકળવાનું નહીં તેવું કહી બે યુકોએ મારી નાખવાની ધમકી આપી હોય જે અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી.