બાવળા: સાણંદમાં વૃદ્ધ પુરૂષને રિક્ષામાં બેસાડી એક લાખની કિંમતના દાગીના લૂટી લેવાયા
તા. 31/03/2026 ના રોજ સવારે 11.30 વાગે સાણંદ ખાતે સાણંદ - બાવળા રોડ પર એક રિક્ષામાં ચાર આરોપીઓ એ એક વૃદ્ધ ને બેસાડી તેમને માર મારી તેમના પહેરણ માં લગાવેલ રૂપિયા એક લાખની કિંમતના સોનાના ચાર બટન ની લૂંટ ચલાવી રિક્ષામાં થી ઉતારી નાસી છૂટ્યા હતા. સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે