મહુવા: મહુવા ટાઉન પોલીસની મોટી કાર્યવાહી: ચોરીની શાઇન મોટરસાયકલ સાથે 25 વર્ષીય શખ્સ ઝડપાયો
મહુવામાં વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહુવા ટાઉન પોલીસને સફળતા મળી છે. મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શખ્સ આગળ-પાછળ નંબર પ્લેટ વગરની હોન્ડા શાઇન મોટરસાયકલ સાથે મળી આવ્યો હતો. પોલીસે શંકાના આધારે મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલ મહુવાના એક કારખાનાના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે કાર્યવાહી કરી સંજયભાઈ ભાણાભાઈ બારૈયા, ઉંમર 25 વર્ષ, રહે. ખોડિયારનગર, નેસવડ ગામ, તાલુકો