# **જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી, પાંડેસરા પોલીસની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલ**
**સુરત:** પાંડેસરા વિસ્તારમાં ટિયા દલાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર રસ્તા પર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે જો કોઈ સામાન્ય નાગરિક જાહેર રસ્તા પર આવી રીતે ઉજવણી કરે તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ આ ઘટનામાં કાર્યવાહી થઈ કે નહીં તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે કાયદાનું પાલન કરાવવામાં પોલીસ દરેક માટે એકસરખું વલણ અપનાવે છે કે પછી કેટલાક લોકો માટે નિયમો અલગ રીતે લાગુ પડે છે? હવે લોકો પોલીસ વિભાગ પાસેથી આ મામલે સ્પષ્ટતા અને જરૂરી કાર્યવાહી અંગે જવાબની અપેક્ષા રાખી રહ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો પોલી
Udhna, Surat | Aug 6, 2026