Saputara-Nashik હાઈવે પર ટ્રાફિક જામ! ત્રીજા દિવસે પણ ST બસ સેવા બંધ
ભારે વરસાદને કારણે સાપુતારા-નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિતિ ગંભીર બની છે.
ઘાઘબારી RTO ચેકપોસ્ટ નજીક બનાવાયેલા ડાયવર્ઝન પર ભારે વાહનો ફસાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જેના કારણે ભારે વાહનો માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
સાથે જ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે દોડતી આંતરરાજ્ય ST બસ સેવા સતત ત્રીજા દિવસે પણ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાટણ, ભાવનગર, હિંમતનગર સહિતના શહેરોથી આવતી લાંબા અંતરની બસો સાપુતારા બસ સ્ટેન્ડ ખાતે રોકાઈ ગઈ છે.
બીજી તરફ સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ વિસ્તારમાં સુરક્ષા દીવાલ ધોવાઈ તૂટી પડી છે, જેના કારણે માર્ગ સાંકડો બની ગયો છે અને વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે.
વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા હોવાથી સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે.
🔔 ગુજરાત અને દેશ-વિદેશના તમામ મહત્વના સમાચાર માટે Hotline News ને Subscribe કરો.
#saputara #dang #nashik #highway #gujaratrain #maharashtrarain #heavyrain #stbus #trafficupdate #roadcollapse #weatherupdate #gujaratnews #breakingnews #gujaratinews #hotlinenews #monsoon #travelalert #latestnews #newsupdate #todaynews #flood #indiaweather #roadsafety #tourism #saputaranews
Udhna, Surat | Jul 25, 2026