છોટાઉદેપુર: વહીવટી તંત્ર હવે ગામડે-ગામડે, સ્થળ પર જ ઉકેલાશે સરકારી પ્રશ્નો
છોટાઉદેપુરમાં 'વહીવટી તંત્ર આપના દ્વારે' અભિયાન શરૂ થયું છે. આગામી 3 મહિના દર ગુરુવાર અને શુક્રવારે તંત્ર અંતરિયાળ ગામોમાં જઈ રેશનકાર્ડ, આધારકાર્ડ, પાણી અને વીજળી જેવી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવશે. કલેક્ટર ગાર્ગી જૈને આ પહેલની શરૂઆત કરી છે.