એશિયાની સૌથી મોટી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થતાં વિવિઘ ચૂંટણી પક્રિયા શરુ થઇ છે. જેના ભાગરૂપે આજે બીજી મતદાર યાદી જાહેર થતાં 16 ખેડૂત વિભાગની મંડળીઓ મંજૂર થઈ છે. જ્યારે બીજી મતદાર યાદીમાં કુલ 805 જેટલાં વેપારી મતદારો નોંધાયા છે.