માળીયા: મોરબીના બિલ્ડર પુત્ર ઉપર માળીયાના મોટા દહીસરા નજીક ફાયરિંગ મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
Maliya, Morbi | May 22, 2025 મોરબીના જાણીતા બિલ્ડરના પુત્ર ઉપર માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામ નજીક ફાયરિંગની ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવાનને અજાણ્યો ઇસમ ગાળો આપતો હોય ગાળો આપવાની ના પાડતા ફાયરિંગ થયાનું ફરિયાદમાં જાહેર થયું છે.