માળીયા: માળીયા મિયાણાના સરવડ ગામે ખોટા ડોક્યુમેન્ટનાં આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
Maliya, Morbi | May 18, 2025 માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ખેડૂતે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબાને આધારે પોતાની સગી દીકરી ન હોવા છતાં અન્ય મહિલાનું નામ સોગંદનામા અને વારસાઈ આંબામાં દર્શાવી બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાની ચોંકાવનારી ફરિયાદ ગામના તલાટી કમ મંત્રીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.સંભવતઃ મોરબી જિલ્લામાં બોગસ ખેડૂત ખાતેદાર વિરુદ્ધ ફોજદારી ફરિયાદનો પ્રથમ કિસ્સો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.