માળીયા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી જીલ્લાની મુલાકાતે, માળીયાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી...
Maliya, Morbi | May 20, 2025 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આજરોજ મંગળવારે માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે મોમાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મુલાકાત લઈ માઁ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ત્યાર બાદ મોટા દહિંસરા ખાતે આવેલ આહિર વિર ભોજાબાપાની પ્રતિમાને ફુલહાર કર્યા અને વવાણીયા રામબાઈ માઁ મંદિર ખાતે દર્શન કરી આહિર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ત્યારબાદ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિના દર્શન કર્યા હતા.