કપરાડાના માલઘર નજીક શ્રમિકો ભરેલી બોલેરો જીપ પલટી: ૨૦થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત, સ્થાનિકોએ બચાવ કામગીરી કરી
વલસાડ જિલ્લાના અંતરિયાળ ગણાતા કપરાડા તાલુકાના માલઘર ગામ નજીક શ્રમિકો ભરેલી એક બોલેરો જીપ અચાનક પલટી મારી જતાં મજૂરોમાં ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૨૦થી વધુ શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે..મળતી માહિતી મુજબ, આ અકસ્માત તે સમયે સર્જાયો જ્યારે બોલેરો જીપ શ્રમિકોને લઈને કપરાડાથી નાસિક તરફ જઈ રહી હતી.. રોજગારી અર્થે નીકળેલા ૨૦થી વધુ મજૂરો આ વાહનમાં સવાર હતા. માલઘર ગામની સીમમાંથી પસાર થતી વખતે બોલેરો જીપના ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી જીપ રસ્તા પર જ ૨થી ૩ પલટી ખાઈ ગઈ હતી અને રોડની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. વાહન પલટી જતાં જ તેમાં સવાર પુરુષ અને મહિલા શ્રમિકોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..અકસ્માતનો જોરદાર અવાજ સાંભ�
Valsad, Valsad | Jul 17, 2026