મહેમદાવાદ: વિકાસ સપ્તાહ નિમિત્તે સરકારી માધ્યમિક શાળા રાસ્કા ખાતે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ
રાસ્કા ખાતે સરકારી માધ્યમિક શાળા રાસ્કા જેનું સરકારશ્રીની ગ્રાન્ટ એવી લગભગ 2.25 કરોડ ઉપરની માતબર રકમનાં ખર્ચે કરાયું નવનિર્માણ. ત્યારે વિકાસ સપ્તાહ નિમિત્તે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, મહે.પો.સ્ટે ના પી.આઈ.શ્રી જેવા અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં શાળાના નવનિર્માણને લઈને યોજાયો ભવ્ય કાર્યક્રમ.અતિ અધ્યતન અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ જેમાં 11 ઓરડા જેમાં લાયબ્રેરી, સ્માર્ટ બોર્ડ જેવી વિવિધ સુવિધાઓનો ધો. 9 થી 12 ના 150 ઉપર વિદ્યાર્થીઓને મળશે લાભ.