ગોધરા: મલાવ ગામ નજીક વીજ લાઈન પર કામગીરી દરમિયાન અચાનક વીજ પોલ તૂટી પડતાં એક પરપ્રાંતીય કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે
મલાવ ગામ નજીક વીજ લાઈન પર કામગીરી દરમિયાન અચાનક વીજ પોલ તૂટી પડતાં એક પરપ્રાંતીય કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. વીજ પોલ તળિયાના ભાગેથી અચાનક ધડાકાભેર તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો.મૂળ ઉત્તર પ્રદેશના વતની જગદીશ પાલ નામના શ્રમિક એક ખાનગી એજન્સી મારફતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ૧૧ કેવી વીજ લાઈન પર કામ કરી રહ્યા હતા. તેઓ વીજ પોલ પર ચઢીને જૂના વીજ વાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા, તે જ દરમિયાન અચાનક વીજ પોલ નીચેના ભાગેથી તૂટી પડ્યો હ