દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 110 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે તેનો લાભ મળશે.આજે ડેમના સૂત્રોએ બુધવારે રાત્રે 8:00 કલાકે જાણકારી આપી હતી કે રવિ સિઝન માટે આ વખતે સમયસર પાણી છોડવામાં આવ્યું છે જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક નીવડશે.