વિજાપુરમાં નવો વેગ બે દીકરીઓ બાદ કુટુંબ નિયોજન અપનાવનાર દંપતીને રાષ્ટ્રીય બચત પત્રોનો લાભ આજરોજ ગુરુવારે બપોરે 12 કલાકે આપવા માં આવ્યો છે.વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કોટડી અને ગેરીતા ગામના લક્ષિત દંપતીઓએ બે દીકરીઓ બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ નિર્ણય બદલ સરકારની યોજનાનાં અંતર્ગત સંબંધિત લાભાર્થી દંપતીને રૂ. ૫,૦૦૦ના ના 10 વર્ષના બચત પત્રો પ્રદાન કરાયા હતા.