કાલોલ: કાલોલ કસ્બામાં છેડતી કરી ધમકીઓ આપનાર બન્ને આરોપીઓની જામીન અરજી હાલોલ એડી સેશન્સ કોર્ટે નામંજૂર કરી.
કાલોલ કસ્બા વિસ્તારમાં ગત સાત તારીખે સગાઈ તોડી લગ્ન કરી લેનાર પરણિતા ને ધાક ધમકીઓ આપી છૂટાછેડા કરાવી દેવાની અને હાથ પકડી છેડતી કરનાર તુફેલખાન ઈકબાલખાન પઠાણ અને તેનો સાગરીત મોઈનભાઈ રફિકભાઈ બેલીમ ઉપર ફરિયાદ દાખલ થયા બાદ બન્ને ની કાલોલ પોલીસે ગત ગુરુવારે અટકાયત કરી શુક્રવારે કાલોલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જ્યાં તેઓની જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા જ્યાંથી તેઓએ કાયમી જામીન મેળવવા હાલોલ ના એડી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ ક