જેતપુર: પત્રકાર તુષાર બસિયા પર થયેલા ખોટા કેસના વિરોધમાં જેતપુર પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું
Jetpur, Rajkot | Feb 4, 2024 તાજેતરમાં સુરતમાં નાની બાળકી સાથે કરાયેલા અડપલાની ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા પત્રકાર તુષાર બસિયા દ્વારા ભોગ બનનારની સંપૂર્ણ ગોપનીયતા રાખી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો છતાં પત્રકાર પર પોક્સો કલમ લગાવી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી. પત્રકાર પર ખોટી રીતે લગામ કસવાની તંત્રની નીતિના વિરોધમાં આજરોજ જેતપુર પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.