ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસની સદભાવના યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરત: ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીંડોલીથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા.
આ યાત્રામાં અનેક મહિલા મંડળો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. યાત્રા દરમિયાન સદભાવના, એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ડીંડોલીથી શરૂ થયેલી સદભાવના યાત્રા લિંબાયત વિસ્તારમાંથી પસાર થઈને નીલગીરી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના સમાપન પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, મહિલા મંડળો, સામાજિક સંસ્થાઓના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા
Udhna, Surat | Oct 3, 2026