ઉમરગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ગેરકાયદે ગોડાઉનો સામે કાર્યવાહી ક્યારે?
ઉમરગામના વોર્ડ નંબર 3માં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગની જાણ થતાં ઉમરગામ નોટિફાઇડ અને સરીગામ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.